ગુજરાતી વાનગી

પાપડી ગાંઠિયાઃ-

સામગ્રી-
 -ચણાનો લોટ – ચાર વાટક
-હિંગ, મીઠું – સ્વાદ પ્રમાણે
-તેલ – જરૂર મુજબ


રીતઃ
 ચણાના લોટમાં મીઠું, હિંગ અને તેલ નાખી કઠણ લોટ બાંધવો. પછી લોટને પાણી અને થોડા તેલથી મસળવો અને નરમ કરતાં જવું. ગાંઠિયાના ઝારા પર થોડો લોટ લઇ, હાથ વડે ઘસી ગાંઠિયા પાડવા. ઠંડા પડે ત્યારે ઉપયોગમાં લેવા.
 
ખમણ :-

સામગ્રી-
૧ ગ્લાસ પાણી
૧ ચમચી લીંબુના ફૂલ
૧ ચમચી સોડાબાય કાર્બ (ખાવાનો સોડા)
બેસન જરૂર પ્રમાણે
૨ ચમચા તેલ
૧ ચમચી રાઈના દાણા
૧ ચમચી તલ
લીલા મરચાં
૧/૨ કપ ખાંડનું પાણી

રીત :-
એક પહોળા વાસણમાં પાણી લઈને તેમાં લીંબુના ફૂલ અને અને સોડા ઉમેરો અને સારી રીતે ભેળવી દો. હવે તેમાં ધીમે ધીમે બેસન નાખતા જાઓ અને હલાવતા જાઓ. એટલા પાણીમાં સમાય તેટલો જ લોટ ઉમેરો. પાતળુ ખીરું બને પછી તેમાં થોડું ગરમ તેલ ઉમેરો અને તેને એક થાળીમાં પાથરીને ચડવા મૂકો. ૧૦ થી ૧૨ મિનિટ ચડવા દો. ચડી જાય એટલે તેને કાપા પાડીને કે બાજુએ રાખી દો.

હવે એક વાસણમાં તેલ ગરમ કરીને તેમાં રાઈ અને મરચાનો વઘાર કરો. અને તેને કાપા પાડીને રાખેલી થાળીમાં ખાંડનું પાણી ચારે તરફ ફેલાય તેમ રેડી દો. સાથે સાથે તેલ, મરચા અને રાઈનો વઘાર પણ રેડી દો


.નાયલોન ખમણ:-

સામગ્રી :-

૧ કપ પાણી
૧ કપ બેસન
૧/૨ ટી. સ્પૂન લીંબુના ફૂલ
૧ ૧/૨ (દોઢ) ટે. સ્પૂન ખાંડ
૧ ટી. સ્પૂન આદુ મરચાની પેસ્ટ
૧ ૧/૨ ટી. સ્પૂન ઇનો (ફ્રુટ સૉલ્ટ)
ચપટી હળદર
૧ ટી. સ્પૂન મીઠું

વઘાર માટે :

૨ ટે. સ્પૂન તેલ
૧ ટી. સ્પૂન રાઈ
૨ લીલા મરચા ઝીણા સમારેલા
ચપટી હિંગ
૧ ટી. સ્પૂન તલ (નાખવા હોય તો)
૨ ટે. સ્પૂન ખાંડ અને ૪ ટે. સ્પૂન પાણી હૂંફાળું મિક્સ કરવું


રીત :-

 ઢોકળિયામાં પાણી નાખી ૮ થી ૧૦ ઇંચ પહોળી થાળીમાં તેલ લગાવીને ગરમ કરવા મૂકો.
એક પહોળા વાસણમાં પાણી લઈને તેમાં લીંબુના ફૂલ, મીઠું અને ખાંડ ઓગાળો. હવે તેમાં ધીમે ધીમે બેસન નાખીને હલાવી લો. ત્યાર પછી તેમાં આદુ મરચાની પેસ્ટ અને હળદર ઉમેરી મિક્સ કરો. પછી તેમાં ઇનો નાખીને હલાવો જેથી ખીરુ ફૂલી જશે આ મિશ્રણને હલાવતા હલાવતા જ થાળીમાં રેડી લો. ૧૫ થી ૨૦ મિનિટ ઢાંકીને ચડવા દો. ચડી ગયા પછી બહાર કાઢી લો.

એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરો, રાઈ તતડે પછી લીલા મરચાના ટુકડા, તલ અને હીંગ ઉમેરો અને થાળીમાં તૈયાર નાયલોન ખમણ ઉપર આ વઘાર રેડી દો. તેના ઉપર હૂંફાળું ખાંડનું પાણી રેડો.


ઢોકળાં:-


સામગ્રી:
- ૨ કપ મગની દાળ, ૧ કપ અડદની દાળ, 
૨ નાની ચમચી વાટેલાં આદુ-મરચાં,
 ૨ ચમચી તેલ, 
અડધી નાની ચમચી રાઈ, 
૧ નાની ચમચી તલ,
 મીઠું

રીત:
- બંને દાળ ૪ થી ૬ કલાક પલાળીને વાટવી.
- આથો આવે એટલે સહેજ મીઠું, આદુ અને મરચાં નાખી, જાડાં ઢોકળાં ઉતારવાં. કાપા કરવા.
- ગેસ પર એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકી, તેમાં રાઈ અને તલ નાખી, ઢોકળા વઘારવાં.
- ગરમ ગરમ પીરસવાં.


સેન્ડવિચ ઢોકળા:-

સામગ્રી-

 -1 કપ તૂવેર દાળ
-1 કપ ચણાની દાળ
-1/2 કપ મગની દાળ
-1/2 કપ અડદની દાળ
-6 કપ ચોખા અથવા ચોખાનો લોટ
-2 ટેબલસ્પૂન આદુ-લસણ-મરચાંની પેસ્ટ
-2 કપ ખાટું દહીં
-1 ટીસ્પૂન ફ્રેશ યિસ્ટ
-1 ટીસ્પૂન હળદર
-1 ટેબલસ્પૂન તેલ
-1/2 ટીસ્પૂન બેકિંગ પાવડર

વઘાર માટે-

-2 ટેબલસ્પૂન તેલ
-1 ટીસ્પૂન રાયના દાણા
-1 ટીસ્પૂન તલ
-1/2 ટીસ્પૂન હીંગ

ચટણી માટે-

-1 જૂડી લીલા ધાણા
-3-4 મધ્યમ કદના લીલા મરચાં
-2 ટેબલસ્પૂન આદુ-લસણની પેસ્ટ
-1 ટેબલસ્પૂન છીણેલું નારિયેળ
-1 ટીસ્પૂન લીંબુનો રસ
-સ્વાદ અનુસાર મીઠું


રીત-

 બધી દાળ અને ચોખાને 6-8 કલાક પલાળીને રાખો. હવે આ મિશ્રણમાં યિસ્ટ અને ખાટું દહીં મિક્સ કરીને ગ્રાઈન્ડ કરીને આથો આવવા માટે મૂકી દો. આદુ-લસણ-મરચાંની પેસ્ટને આ આથામાં મિક્સ કરો. તેમાં હળદર અને મીઠું મિક્સ કરો. એક નાના પેનમાં તેલ ગરમ કરો અને બેકિંગ પાવડર ઉમેરો. જ્યારે આથામાં નાના પરપોટા જોવા મળે ત્યારે આ મિશ્રણને આથામાં મિક્સને બરાબર હલાવો. ત્યાર બાદ ચટણીની બધી સામગ્રીને મિક્સ કરીને ગ્રાઈન્ડ કરી લો. ચટણી તૈયાર છે. હવે ઢોકળાની થાળીમાં થોડું તેલ લગાડીને આથો તેમાં પાથરો.
આ થાળીને સ્ટિમ કુકરમાં 5-8 મિનીટ સુધી પકાવો. ત્યાર બાદ તૈયાર કરેલી ચટણીને થાળીમાં રહેલા ખીરા પર એકસમાન સ્તરમાં પાથરો. હવે ચટણી પર ફરી ખીરું પાથરો અને 10-12 મિનીટ સુધી પાકવા દો. બહાર કાઢ્યા બાદ થાળીને ઠંડી થવા દો. ત્યાર બાદ ઢોકળાને નાના ચોરસ કે ડાયમંડ શેપમાં કાપી લો. એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં રાયના દાણા અને તલ ઉમેરો. રાયના દાણા ફૂટે એટલે તેમાં હીંગ નાંખીને તેને આંચ પરથી ઉતારી લો. વઘારને કાપેલા ઢોકળા પર રેડો. લીલા ધાણા અને છીણેલા નાળિયેર સાથે ગાર્નિશ કરીને સર્વ કરો.

ઈદડાં:-

સામગ્રી:
૩ કપ ચોખા,
 ૧ કપ અડદની દાળ,
 ૨ ચમચી દહીં, 
૨ ચમચી તેલ, 
૧ નાની ચમચી સાજીનાં ફૂલ,
 મરચું,
મરીનો ભૂકો પ્રમાણસર,
 મીઠું પ્રમાણસર 
  રીત:
- ચોખા અને દાળને ધોઈ, સૂકવીને લોટ બનાવવો. ઈદડાં સાંજે કરવાં હોય તો સવારે લોટ પલાળવો.
- ઈદડાં ઉતારવાના ૨ કલાક પહેલાં મીઠું નાખવું. દહીં પણ નખાય. શિયાળો હોય તો સવારથી મીઠું નખાય.
- ઈદડાં ઉતારતી વખતે થોડું થોડું ખીરું લઈ, તેમાં તેલ, સાજીના ફૂલ નાખી, બરાબર ફીણી, ઢીલું ખીરું રાખી, પાતળી થાળી ઉતારવી.
- થાળી ઉપર મરચું, મરી જે નાખવું હોય તે નાખી શકાય.
- કાપા કરી, ગરમ ગરમ પીરસવું.
 

 


વેડમી (પૂરણપોળી):-

સામગ્રી:-
500 ગ્રામ તુવેરની દાળ
500 ગ્રામ ખાંડ
25 ગ્રામ કોપરાનું ખમણ 
500 ગ્રામ ઘઉંનો લોટ 
રીત:-
તુવરની દાળને કૂકરમાં બાફવી. બાફવી. બરાબર બફાઈ જાય એટલે એક તપેલીમાં ભરી, તેમાં ખાંડ નાખી, તાપ ઉર મૂકવું અને હલાવતા રહેવું. 1 તેમાં ચમચો ઘી નાંખવું જેથી છાંટા ઓછા ઊડશે. ખાંડનું પાણી બળી જાય અને એકદમ ઘટ્ટ થઈ જાય એટલે ઉતારી લેવું. તવેતો ઉભો મૂકી જોવો અધ્ધર રહે તો જાણવું કે પૂરણ થી ગયું છે. પછી તેમાં કોપરાનું ખમણ અને એલચીનો ભૂકો નાંખી, થાળીમાં કાઢી લેવું. ઠંડું પડે એટલે માપના ગોળા બનાવી રાખવાં.ઘઉંના લોટમાં થોડું તેલનું મોણ નાંખી, તેની રોટલી જેવી કણક બાંધવી. એકાદ કલાક કણકને ઢાંકીને રહેવા દેવી. પછી કેળવી, સુંવાળી બનાવવી. તેમાંથી લૂઅા પાડી, તેની લાંબી, પૂતળી રોટલી ચોખાના લોટનું અટામણ લઈ વણવી. પછ તેના ઉપર પૂરણનો ગોળો મૂકી, બાકીની રોટલી ઢાંકી દેવી. અાજુબાજુ રોટલી વાડકી મૂકી કાપી લેવી. પછી હલકે હાથે વણી તવા ઉપર શેકવી. એક બાજુ થઈ જાય એટલે ઢાંકણાને ઉંધું પાડી, તેના ઉપર સરકાવી દેવી. પછી ઢાંકણાથી તવા ઉપર નાંખવી. ખૂબ પાતળું પડ હોવાથી તવેતથી ઉથલાવતાં ભાંગી જશે. બીજી શેકાય એટલે કાગળના કટકા કરી, તેન ઉપર મૂકવી જેથી સેવાળ ન થાય પછી ઘી ચોપડવું.


ખાંડવી:-

સામગ્રી
૧ વાટકી ચણા નો લોટ
૨ ૧/૨ વાટકી છાશ
ચપટી હળદર
૧ ચમચી લાલ મરચું
મીઠું સ્વાદ પ્રમાણે
તેલ ૩ ચમચી
૧ ચમચી રાઈ
કોથમીર
 
રીત -
સૌ પ્રથમ  ૧ મોટા વાટકા માં ચણા નો લોટ, છાશ, હળદર અને મીઠું ભેગું કરો. અને તેનું મિશ્રણ ત્યા કરો. પછી તેને ધીમા ગેસ પર મૂકી ધીમે ધીમે ૧ જ  દિશા માં ગોળ ગોળ હલાવો.પછી તેને રસોડા ના પ્લેટફોર્મ પર કે થાળી ની ઉલટી સાઈડ પર ફેલાવો. અને ફેલાવો તો વાટકી ના પાછલા ભાગ ના ઉપયોગ થી ફેલાવો. પણ ધ્યાન રાખવાનું કે તમે એને ફટાફટ પાથરો. હવે તેને ઠંડુ થવા દો ૨ મિનટ માટે.પછી તેમાં કાપા પાડો અને તેના રોલ વાળો લો.હવે ૧ ડીશ માં બધા રોલ મૂકી ને તેમાં કાપા પાડો.અને પછી ઉપર લાલ મરચું ભભરાવો.હવે ૧ નાના વાઘરીયા માં તેલ લઇ એમાં રાઈ નાખો જો તમને ઈચ્છા હોય તો તમે તલ પણ ઉમેરી શકો છો. હવે વઘાર થઇ જાય એટલે એને ખાંડવી પર પર રેડી દો ચમચી ની મદદ થી. અને ઉપર કોથમીર થી એને શણગારો.


દાળ ઢોકળી:-
સામગ્રી - 
200 ગ્રામ તુવર-દાળ, 
200 ગ્રામ ઘઉંનો લોટ, 
2 ચમચી હળદર, 
2 ચમચી લાલ મરચું, 
1 ચમચી અજમો,
 લવિંગ-3, 
તજ-2, 
રાઈ- એક ચમચી, 
લીમડાનાં પાન - 10, 
લસણ-મરચાંનુ પેસ્ટ - બે ચમચી.
 હિંગ ચપટી,
 2 ટામેટાનું પેસ્ટ,
 સીંગદાણા- 15-10 દાણા, 
તેલ 3 ચમચી,
 મીઠુ સ્વાદમુજબ.

રીત -  
પહેલા કુકરમાં દાળમાં પ્રમાણસર પાણી, હળદર અને હિંગ અને સીંગદાણા નાખીને દાળને બાફવા મુકી દો. હવે એક થાળીમાં ઘઉંનો લોટ લઈ તેમા અજમો, હિંગ, હળદર, મીઠુ, લાલ મરચુ, અને એક ચમચી તેલ નાખી મધ્યમ લોટ બાંધી લો.

બાફેલી દાળને બહાર કાઢી તેને વલોવી તેમા પ્રમાણસર પાણી નાખો. એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમા રાઈ, હિંગ, તજ-લવિંગ અને કડી લીમડો નાખી તતડાવો, હવે તેમા ટોમેટો પેસ્ટ, લસણ-મરચાનું પેસ્ટ નાખી 2 મિનિટ સાંતળો. હવે તેમાં લાલ મરચુ નાખી તરત જ બાફેલી દાળ નાખી દો. દાળ ઉકળવા દો.

હવે લોટના લૂંઆ કરી તેની રોટલી વણો અને તેના કાપા પાડી તેને ઉકળતી દાળમાં નાખો. તમે ચાહો તો દાળમાં ગળપણ તરીકે ગોળ નાખી શકો છો. કુકરને બંધ કરી બે સીટી વગાડી લો. તૈયાર છે ગરમા ગરમ ગુજરાતી દાળ ઢોકળી. ઉપરથી લીલા ધાણા નાખી ગરમા ગર્મ સર્વ કરો.

પુડલા -

સામગ્રી -

-૨૦૦ ગ્રામ ચણાનો લોટ
-એક ચમચી લસણની પેસ્‍ટ
-એક ચમચી આદુની પેસ્‍ટ
-એક ચમચી જીરૂ
-એક ચમચી લાલ મરચાનો પાવડર
-હળદર, સ્‍વાદ પ્રમાણે મીઠું
-કોથમીર બારીક સમારેલી
-તેલ


રીત -

 ચણાના લોટમાં પાણી નાખી પુડલા માટેનું ખીરૂ તૈયાર કરો. તેમાં અન્‍ય સામગ્રી નાખી બરોબર ભેળવો. ગેસ પર નોન-સ્‍ટીક તવાને ગરમ કરી તેમાં એક ચમચી તેલ લગાવી ખીરૂ રેડી પુડલા બનાવો. પુડલાને બંને બાજુથી શેક્યા બાદ દહીં કે લસણની ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો. 

દાબેલી:-

સામગ્રી :-
250 ગ્રામ બટાકા
6 નંગ દાબેલીના બન
1 ટેબલ સ્પૂન દાબેલીનો મસાલો
3 ટેબલ સ્પૂન તેલ
1 કપ ખજૂર આમલીની ચટણી
1 ટેબલ સ્પૂન લસણ-લાલ મરચાની પાતળી ચટણી
1 કપ સીંગ (સીંગદાણા તળીને તેના પર મસાલો ચડાવેલા)
1 ટેબલ સ્પૂન દાણા
1 ટેબલ સ્પૂન બારીક સમારેલી


રીત :-

 -એક કડાઈમાં તેલ મૂકીને ગરમ થાય એટલે તેમાં બાફેલા બટાકાનો માવો અને દાબેલીનો મસાલો નાખીને સારી રીતે મિક્સ કરી લો.
-જરૂર પ્રમાણે તેમાં મીઠું ઉમેરો અને સાથે ખજૂર આમલીની ચટણી ૧ થી ૨ ટેબલ સ્પૂન ઉમેરીને હલાવી લો. ગેસ પરથી ઉતારીને તેમાં સમારેલી ડુંગળી ભેળવી લો.
-ત્યારબાદ દાબેલીના બનને વચ્ચેથી કાપીને તેની એક ભાગ પર ખજૂર આમલીની ચટણી અને બીજા ભાગ પર લસણ-મરચાની પાતળી ચટણી લગાવીને હવે બન્ને પડ વચ્ચે બટાકાનો તૈયાર કરેલો મસાલો ભરો.
-તે વખતે સાથે મસાલા સીંગ અને દાડમના દાણા પણ મસાલામાં ઉમેરો (આ મસાલાને થોડો ઢીલો રાખવો).
-હવે બનને માખણ લગાવીને બન્ને તરફ દબાવીને થોડા થોડા શેકી લો.
-ગરમ ગરમ દાબેલી લીલી ચટની અને સોસ સાથે સર્વ કરો
-તમે શેક્યા વગરની કાચી દાબેલી પણ ખાઈ શકો છો તે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે.
-સ્વાદમાં ચેન્જ માટે તેમાં તીખી, મોળી સેવ અને લીલી કોથમીર પણ નાખી શકાય.
 

ફ્રેન્કી:-

સામગ્રી-
 રોટી માટે-
-1 કપ મેંદો
-2 સ્લાઈસ બ્રેડ
-1 ટી સ્પૂન તેલ
-મીઠું સ્વાદાનુસાર

રોલ માટે-
-3 થી 4 નંગ બટાકા
-1 નંગ ડુંગળી
-1/2 કપ ફોલેલા વટાણા
-1/4 કપ સમારેલા ગાજર
-3 થી 4 નંગ લીલાં મરચાં
-1 ટી સ્પૂન આદું
-1 ટી સ્પૂન શેકેલા જીરુંનો પાવડર
-2 ટેબલ સ્પૂન ટોસનો ભૂકો
-1/2 ટી સ્પૂન ગરમ મસાલો
-2 ટેબલ સ્પૂન કોથમીર
-1 ચપટી જીરું

-મીઠું સ્વાદાનુસાર
-તેલ જરૂર મુજબ
-બટર જરૂર મુજબ

ચટણી માટે-
-1 ટેબબ સ્પૂન આંબોળિયાનો પાવડર
-1 ટી સ્પૂન લાલ મરચું પાવડર
-1 ચપટી ગરમ મસાલો
-મીઠું સ્વાદાનુસાર

સલાડ માટે-
-2 થી 3 નંગ ડુંગળી
-1 ટી સ્પૂન લાલ મરચું
-મીઠું સ્વાદાનુસાર
-આંબોળિયા પાવડર


રીત-
 ફ્રેન્કી બનાવવા માટે સૌપ્રથમ બટાકાને બાફી લો. ઠંડા થાય એટલે મેશરથી મેશ કરી લો. વટાણાને છોલીને ઉકળતા પાણીમાં બાફી લો. ગાજરને પણ છોલીને ઝીણા સમારીને ઉકળતા પાણીમાં એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળી લો. કોથમીરને ઝીણી સમારી લો. બ્રેડની કિનારી કાપી ભૂકો કરી લો. એક ડુંગળીને ઝીણી સમારી લો. બાકીની ડુંગળીને લાંબી પાતળી સમારી તેમાં મીઠું, મરચું અને ઈચ્છા હોય તો આંબોળિયાનો પાવડર નાખી સાઈડ પર રાખો. હવે ફ્રેન્કીના રોલ બનાવવા માટે સૌપ્રથમ લોટમાં તેલ, મીઠું અને બ્રેડનો ભૂકો નાખી બરાબર હલાવી પાણી વડે રોટલીનો લોટ બાંધી લો. ઢાંકીને દસ મિનિટ માટે મૂકી રાખો. પછી તેના લુવા કરી તેમાંથી કાચી-પાકી રોટલી તૈયાર કરી લો. હવે સ્ટફિંગ માટે સૌપ્રથમ એક પેનમાં તેલ મૂકી ચપટી જીરું નાખો. ત્યાર બાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી સાંતળી લો. ડુંગળી સંતળાઈ જવા આવે એટલે તેમાં લીલા મરચા અને આદું નાખી અડધી મિનિટ માટે સાંતળી લો. હવે તેમાં વટાણા અને ગાજર નાખી ફરી એક મિનિટ માટે સાંતળી લો. ત્યાર બાદ તેમાં મેશ કરેલા બટાકા નાખી સ્વાદ પ્રમાણે મીઠું અને ગરમ મસાલો અને જીરું પાવડર નાખો. ગેસ બંધ કરી ઝીણી સમારેલી કોથમીર નાખી થોડું ઠંડુ થવા દો. જરૂર જણાય તો થોડો ટોસ નો ભૂકો નાખી લાંબા રોલ બનવી લો. તેને ટોસના ભૂકામાં રગદોળીને ગરમ તેલમાં ડીપ ફ્રાય કરીને કિચન ટીસ્યુ પર કાઢી લો. અને સાઈડ પર રાખો. હવે આંબોળિયાના પાવડરમાં સ્વાદ પ્રમાણે મીઠું અને લાલ મરચું પાવડર નાખી દો. અને પછી તેમાં પાણી નાખી થોડી પાતળી ચટણી બનાવી લો.
હવે ફ્રેન્કી તૈયાર કરવા માટે પહેલા એક રોટલી લો. તેના પર તૈયાર કરેલી આંબોળિયાની ચટણી લગાવી તેના ઉપર બરાબર વચ્ચે તૈયાર
કરેલી મસાલાવાળી ડુંગળી સ્પ્રેડ કરો. ત્યાર બાદ
તેના પર તૈયાર કરેલો રોલ મૂકી રોટલીને બન્ને બાજુથી ફોલ્ડ કરી લો. આવી જ રીતે બધી જ ફ્રેન્કી તૈયાર કરી લો. હવે એક નોન સ્ટીક તવી પર તેલ કે બટર મૂકી તૈયાર ફ્રેન્કીને શેલો ફ્રાય કરી લો. વધુ કડક ન થવા દેવું. ગરમ-ગરમ ફ્રેન્કીને ટોમેટો કેચપ સાથે સર્વ કરો.
   

ચાઇનીસ વડા પાઉં : 
સામગ્રી:
સ્ટફિંગ માટે:
૧ ૧/૨ કપ સમારેલી કોબીજ
૧ નંગ છીણેલું ગાજર
૨ ટી સ્પૂન વાટેલા આદુ – મરચા
૧/૨ ટી.સ્પૂન સોયા

ચપટી આજી નો મોટો
સ્વાદ પ્રમાણે મીઠું
૨ ટી. સ્પૂન કોર્ન ફ્લોર
૧/૪ કપ બાફેલા નુડલ્સ
૨ ટી.સ્પૂન રેડ ચીલી સોસ
તેલ તળવા માટે


વડા પાઉં બનાવવા માટે:-
૫ – ૬ નંગ વડા પાઉં ના બન
૪ ટી. સ્પૂન લાલ લસણ ની ચટણી
૪ ટી.સ્પૂન કોથમીર – મરચા ની ચટણી
બટર બન શેકવા માટે


રીત:
સ્ટફિંગ ની સામગ્રી ભેગી કરી બોલ બનાવી ગરમ તેલ માં તળી લેવા, પછી તેને હાથેથી દબાવી ને ચપટા કરી લેવા.
વડા પાઉં ના બન ને વચ્ચે થી કાપી બટર માં થોડા શેકી લો.
બન ના ઉપર વાળા ભાગ માં લસણ ની ચટણી અને નીચે વાળા ભાગ માં કોથમીર – મરચા ની ચટણી લગાવી વચ્ચે મન્ચુરિયન
બોલ મૂકી બન બંધ કરી લો.
તવી પર બટર મૂકી ચાઇનીસ વડા પાઉં શેકી લો,અને ટોમેટો કેચપ અને કોથમીર – મરચા ની ચટણી સાથે ગરમ ગરમ પીરસો.

  
 ચીઝ સેંડવિચ:-

સામગ્રી -

-4 બ્રેડ સ્લાઈસ
-1/4 કપ છીણેલુ ચીઝ
-1 ટેબલ સ્પૂન સમારેલી ડુંગળી
-1 ટેબલ સ્પૂન સમારેલા ટામેટા
-2 ટી સ્પૂન બટર
-1 ટેબલ સ્પૂન લીલી ચટણી
-મીઠું સ્વાદાનુસાર


રીત -
ચીઝમાં લીલી ચટણી, મીઠુ સારી રીતે મિક્સ કરો. એક બ્રેડ સ્લાઈસ લો. તેના પર ચીઝ સારી રીતે ચોપડો. તેના પર ડુંગળી, ટામેટા નાખો. ઉપરથી બીજી બ્રેડ સ્લાઈસ મુકો. આ રીતે એક વધુ સેંડવિચ બનાવી લો. તેને બટર લગાવીને ટોસ્ટરમાં સેકી લો. ગરમા ગરમ ચીઝ સેંડવિચ ટોમેટો સોસ સાથે સર્વ કરો.

 વેજ બર્ગર-

સામગ્રી -

-કાકડી
-ટામેટા
-ડુંગળી(તેમાં મીઠું અને લીંબૂનો રસ નાખીને અલગ મૂકો)

કોલ સ્લેને માટે-

-1/2 કપ માયોની
-2 ચમચી ઝીણુ સમારેલુ ગાજર
-કોબીજ ઝીણી સમારેલી
-ચીજ સ્પ્રેડ
-ક્રીમ
-મીઠું
-કાળા મરી
-લીંબૂનો રસ

ટિક્કિ માટે-

-2 થી 3 બાફેલા મસળેલા બટાકા
-1 ડુંગળી ઝીણી સમારેલી
-2 થી 3 લીલાં મરચા કાપેલા
-ઝીણી સમારેલી શાકભાજીઓ
-2 થી 3 ચમચી બાફેલી નૂડલ્સ
-4 થી 5 ચમચી બ્રેડનો ભૂકો
-મીઠું સ્વાદાનુસાર
-લાલ મરચું પાવડર
-ટોમેટો સોસ
-ચીલી સોસ

રીત -

 સૌથી પહેલા બર્ગર સ્લાઈડ કરો અને તેના પર માખણ નાખીને તેને થોડુ નરમ કરો. કોલ સ્લેના બધા મિશ્રણને જુદા-જુદા મૂકો. ટિક્કિને માટે બે ચમચી તેલ લો. તેને પેનમાં તપાવો.
ઝીણી સમારેલી ડુંગળી અને બધુ મિશ્રણ ભેળવો. ઠંડુ કરો અને ટિક્કિને આકાર આપો. તવા પર સાધારણ તળો. જુદી મૂકો. બર્ગરના બેસ પર ટોમેટો સોસ કે મસ્ટર્ડ સોસ ફેલાવો. ચીજ સ્લાઈસ કરો. તેના પર સલાડના પાન સજાવો. તેના પર ટિક્કિ, ક્લો સ્લો મૂકો. કાકડી, ટામેટા અને ડુંગળીને મૂકો, પછી બર્ગર મૂકો. ટૂથપિક મૂકો અને પોટેટો ચિપ્સ સાથે સર્વ કરો.
  
વેજ પનીર રોલ-

સામગ્રી-

-2 ટી સ્પૂન બટર
-11/2 ટી સ્પૂન આદું-મરચાં-લસણની પેસ્ટ
-1 નંગ ડુંગળી ઝીણી સમારેલ
-3/4 કપ ટામેટાં ઝીણા સમારેલ
-1/2 ટી સ્પૂન કસુરી મેથી
-1 ટી સ્પૂન તંદુરી મસાલો
-100 ગ્રામ પનીર
-1 નંગ કેપ્સિકમ લાંબુ સમારેલ
-1/4 ટી સ્પૂન હળદર
-4 નંગ હોટડોગ પાઉં
-મીઠું સ્વાદાનુસાર

રીત-

 હોટડોગનાં બનને ઉપરથી સ્કૂપ કરી વચ્ચે ખાડો પાડી બટરમાં શેકવા. હવે બટરમાં જીરૂં, આદું-મરચાં-લસણની પેસ્ટ સાંતળો. ત્યાર બાદ ડુંગળી સાંતળી, કેપ્સીકમ સાંતળવા. હવે તેમાં ટામેટા નાખો. ત્યાર બાદ તેમાં પનીર, કસુરી મેથી, મીઠું, મરચું, હળદર, તંદુરી મસાલો, બધું જ મિક્સ કરી બનની અંદર આ સ્ટફિંગ ભરવું. તેની ઉપર ચીઝ ખમણી ટોમેટો કેચપ નાંખી સર્વ કરવું.
 

બ્રેડ ચાટ-

સામગ્રી -

-7 થી 8 બ્રેડ સ્લાઇસ
-1 કાપેલી કાકડી
-2 કાપેલા ગાજર
-1 કાપેલી ડુંગળી
-1 કાપેલું ટામેટું
-1/2 ચમચી મરી પાવડર
-1/2 ચમચી લીંબુનો રસ
-મીઠું સ્વાદાનુસાર
-સેવ
-કોથમીર


રીત -

 બ્રેડને નાના-નાના ટૂકડામાં તોડી દો. બ્રેડ સહિત કાકડી, ગાજર, ટામેટા, મીઠું, મરીનો પાવડર, લીબુના રસને એકસાથે બાઉલમાં મિક્સ કરો અને એક પ્લેટમાં કાઢો. સર્વ કરતા પહેલા તેની ઉપર સેવ, કોથમીર અને ડુંગળી નાંખી ગાર્નિશ કરો. તમારી ઇન્સ્ટન્ટ બ્રેડ ચાટ તૈયાર છે.


ફ્રેન્ચ ફ્રાય-

સામગ્રી-

-500 ગ્રામ બટાટા
-તેલ તળવા માટે
-મીઠું સ્વાદાનુસાર
-ચાટ મસાલો સ્વાદાનુસાર


રીત-

 સૌપ્રથમ બટાટાને છોલીને ધોઈને પાણીમાં રાખો. ત્યાર બાદ બટાટામાંથી લાંબા-લાંબા કટકા કરી લો. બજારમાં ફ્રેન્ચ ફ્રાય કટર પણ મળે છે. તમે તેનો ઉપયોગ કરી શકો છો. બટાટાના કટકાને સમારીને પાણીમાં જ રાખો, જેથી તે કાળા ના પડે. કાપેલા બટાટાને પાંચ મિનિટ સુધી પાણીમાં રાખો. હવે એક પેનમાં બટાટા ડૂબે તેટલું પાણી ગરમ કરવા માટે મૂકો. પાણી ઉકળે એટલે તેમાં બટાટાના કટકા નાખીને ઉકાળો. ફરીથી બીજી ઉભરો આવે ત્યાર બાદ ગેસ બંધ કરીને પેનને પાંચ મિનિટ સુધી ઢાંકીને રાખો. હવે બટાટાને પાણીમાંથી નીકાળીને એક સ્વચ્છ કાપડમાં લઈ લો. બટાટામાંનુ વધારાનું પાણી કપડું શોષી લેશે. ત્યાર બાદ બટાટાને દસ મિનિટ માટે ફ્રીજરમાં મૂકી દો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં ફ્રીજરમાંથી કાઢીને બટાટા તળી લો. બટાટા લાઈટ યલો કલરના થાય ત્યાં સુધી તળીને તેને તૈયારીમાં પ્લેટમાં કાઢી લો. બે મિનિટ બાદ તેને ઠંડા થવા દો. ત્યાર બાદ તેને ફરીથી તેલમાં નાખીને લાઈટ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો. તૈયાર છે ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાય. હવે તેના પર ચાટ મસાલો અને થોડું મીઠું નાખીને ટોમેટો સોસ સાથે સર્વ કરો.

 
અક્કી રોટી-


સામગ્રી-

-2 કપ ચોખાનો લોટ
-2 નંગ ડુંગળી સમારેલી
-4 થી 5 નંગ લીલા મરચાં
-1 નંગ ગાજર છીણેલું
-1 નંગ કેપ્સિકમ સમારેલું
-4 થી 5 મીઠા લીમડાના પાન
-1 ટેબલ સ્પૂન ચણા દાણ
-1/4 ટી સ્પૂન રાઈ
-1/2 ટી સ્પૂન જીરૂં
-1 ટેબલ સ્પૂન અડદની દાળ
-મીઠું સ્વાદાનુસાર
-પાણી જરૂર મુજબ
-કોથમીર

રીત-

સૌપ્રથમ ઝીણી સમારેલી ડુંગળી, કોથમીર, મીઠા લીમડાના પાન, કેપ્સિકમ, ગાજર અને લીલા મરચાંને એક બાઉલમાં બરાબર મિક્ષ કરી લો. ત્યાર બાદ એક પેનમાં એક ચમચી જેટલું તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં, રાઈ, ચણા દાણ અને અડદની દાળ નાખી લગભગ અડધી મિનિટ માટે સાંતળો. હવે તેમાં ચોખાનો લોટ અને મીઠું નાખીને ફરીથી બરાબર મિક્ષ કરી લો. જો લોટ ચોંટતો હોય તો તમે તેમાં તેલ ઉમેરી શકો છો. હવે રોટલી વણવાની પાટલી પર તેલ લગાવો અથવા તો પાટલી પર એક કોથળી મૂકો. તૈયાર કરેલા ચોખાના લોટના મિશ્રણમાંથી નાનો લુઓ લો. તેને બરાબર બોલ જેવો બનાવીને પાટલી પર હાથની મદદથી રોટી જેવો આકાર આપો. ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરો. તૈયાર કરેલી રોટીને પેનમાં લાઈટ બ્રાઉન રંગની થાય એ રીતે શેકી લો. બંને બાજુથી બરાબર શેકી લો. તૈયાર થયેલી અક્કી રોટીને ગરમા-ગરમ નારિયેળની ચટણી સાથે સર્વ કરો.
 

લીલવાની કચોરી :-
સામગ્રી :-
­ 5૦૦  ગ્રામ  લીલી તુવુરેના દાણા, 
1/1 નાળીયેર લીલું 
આદુ નો ટુકડો 
5-­6 લિવ„ગ,
 2 ટુકડા તજ,
 8-­10 મરી Ž,
 ચપટŽ હિંગ,
 1 ચમચી આખા ધાણા,
 1 ચમચી વરીયાળી ,
 1 ચમચી તલ 
1 મોટા લીંબુનો રસ , 3 ટી સ્પુન ખાંડ, 
તેલ,
મીઠું સ્વાદ પ્રમાણે.

રીત :-
સૌ પ્રથમ  તુવેર ના દાન ને મિક્ષેર માં ક્રશ કરી Ž લો. ત્યારબાદ ઊંડા તળિયાવાળા પહોળા વાસણમાં તેલ નાખી હિંગ નો વઘાર કરŽનેતજ, લિવ„ગ, ધાણા, વરીયાળી Ž, તલ એક પછŽ એક ઉમેરો. બધું સહેજ સાતંળો અનેતેપછŽ તેમાં કોપરું અને આડું મરચાની પેસ્ટ  નાખી ફરŽ એકાદ મિનીટ સુધી  સાતંળો. હવે ક્રશ કરેલા તુવેરના દાણા નાખી બધો જ મસાલો મિક્ષ કરŽ લો. બધું ભળી જાય એટલેતેમાંખાડં, મીઠું લીંબુ નુો રસ ઉમેરો બધું મિક્ષ  કરો. હવે૮ થી ૧૦ મિનટ આ મિશ્રણ નેસતત હલાવતા રહો. પાણી બળી જાય  અનેમસાલો સહેજ કોરો પડવા માંડે એટલે ગેસ પરથી ઉતારŽ લો. થોડું ઠંડુ પડવા દો. પછી Ž એના ગોળા બનાવી લો. એક ઊંડા વાસણ માં મેંદો લઈ તેમાં જરૂર પડે એટલું પાણી, મીઠું અનેતેલ નાખી રોટલીના લોટથી સહેજ લોટ બાધી  લો. અને થોડŽવાર તેનેઢાકંŽનેરાખો. પછી તેના પૂરી વણી અને તુવેર ના મિશ્રણ બનાવલેા ગોળાને મૂકી ને કચોરી વાળŽ લો. ગરમ તેલમા ધીમે તાપે તળŽલો. ટોમેટો ના કેચપ સાથેગરમા ગરમ સવ કરો.

સેવ ઉસળ 

સામગ્રી :
૧ કપ.. બાફેલા વટાણા (લીલાં/સૂકા)
૧ નંગ.. ડુંગળી
૧ નંગ.. ટામેટું
૨-૩ ટે. સ્પૂન.. તેલ
હળદર
લાલ મરચું
૧/૨ ટે. સ્પૂન.. ગરમ મસાલો
૧ ટી સ્પૂન.. સેવ ઉસળ નો મસાલો
૧ ટે સ્પૂન.. લસણીયું મરચું
મીઠું
પાણી .. જરૂર મૂજબ
૧/૨ ટી સ્પૂન. લીંબુ ને રસ
કોથમીર
સર્વિંગ માટે..
જીણી સેવ
જીણી સમારેલી ડુંગળી
 
રીત :
• વટાણા ને બાફી લો. અધકચરા ઓગળે તે રીતે બાફી લો. ડુંગળી અને ટામેટાં ને ચીલી કટર માં ક્રશ કરી અલગ-અલગ રાખો.
• લસણ ને કચરી લાલ મરચું, મીઠું ઉમેરી ખાંડી લો.
• પેન માં તેલ ગરમ કરી ડુંગળી સાંતળો.
બ્રાઉન થવા આવે પછી લસણીયું મરચું ઉમેરી ૨ મિનિટ પછી ટામેટાં ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી કુક કરો.
• હવે સેવ ઉસળ નો અને ગરમ મસાલો, લાલ મરચું, હળદર ઉમેરી મિક્સ કરી બાફેલાં વટાણા, મીઠું અને જરૂર મૂજબ પાણી ઉમેરી સારી રીતે ઉકળવા દો.
• લીંબુ નો રસ અને કોથમીર ઉમેરો.
તૈયાર છે સેવ ઉસળ. સર્વિંગ બાઉલ માં જીણી સેવ, ડુંગળી, કોથમીર અને થોડું લસણીયું મરચું મિક્સ કરી સર્વ કરો.
  

No comments:

Post a Comment